Agroclic

અમારા વિશે

Agroclic ખેડૂતો અને ડીલરો માટે કૃષિ-રસાયણ બજાર છે. લાઇસન્સધારી વિક્રેતાઓની જંતુનાશક, ફૂગનાશક, નીંદણનાશક અને વૃદ્ધિ નિયંત્રક દવાઓ એક જ જગ્યાએ.

અમે શું કરીએ છીએ

દરેક ઉત્પાદન સાથે તેનું સક્રિય તત્વ (ટેક્નિકલ) અને CIB&RC યાદી મુજબ નોંધાયેલા પાક અને જીવાત/રોગ બતાવીએ છીએ, જેથી સાચી દવા પસંદ કરવી સરળ બને.

એક જ ઉત્પાદનના ઘણા વિક્રેતાઓના ભાવ સાથે દેખાય છે, જેથી તમે સરખામણી કરીને ખરીદી શકો.

વેચાણની મંજૂરી ફક્ત એવા વિક્રેતાઓને મળે છે જેમના જંતુનાશક લાઇસન્સ અને GST દસ્તાવેજો અમારી ટીમે તપાસ્યા હોય.

અમારું વચન

સાચી દવા, સાચો ભાવ, ઘર સુધી. દરેક દવાનો ઉપયોગ તેના લેબલ પર લખેલી માત્રા અને સૂચના મુજબ જ કરો.